ખોટુ ન લાગે તો…

19 04 2007

ખોટુ ન લાગે તો તને એક વાત કહુ?
હુ થોડા દિવસ હવે તારા મા રહુ?

કામમા હશે તો હુ વાત નહી માંડુ,
મૌનમાય કોઇ દિ’ ના છાંટા ઉડાડુ,
શમણા નો કાયદોય હાથમા ન લઉ,
હુ થોડા દિવસ હવે તારા મા રહુ?

કોણ જાણે હીમશી એકલતા જામી,
વૈદો કહે છે: હૂફ્ની છે ખામી,
કહે છે તારા મા લગણી છે બહુ,
હુ થોડા દિવસ હવે તારા મા રહુ?

રોજ એક ઇચ્છા જો સામે મળે છે,
આખોમા ભીનુ થૈ નામ ટ્ળવળે છે,
તારામા તારાથી આગળ નહી જઉ,
હુ થોડા દિવસ હવે તારા મા રહુ?

રસ્તા મા પાથરેલ કાંટા જો મળશે,
મારી હથેળી પછી પગ તારો પડ્શે,
વેદનાનો ભાર હુ એકલો જ સહુ,
હુ થોડા દિવસ હવે તારા મા રહુ?

કહેણ મોસમનુ કોઇ મને ભાવતુ નથી,
મને સાચકલે મારા મા ફાવતુ નથી,
આમ ટીપા ની ધાર બની ક્યા સુધી વહુ?
હુ થોડા દિવસ હવે તારા મા રહુ?
- મુકેશ જોશી. [ શતદલ – ગુજરાત સમાચાર માથી ]


Actions

Information

One response

19 04 2007
prashantsworld

વેલેંટઇન ડે ના દિવસે રજુ થયેલી મુકેશ જોશી ની આ રચના પ્રેમની અભિવ્યક્તિ ના લેખ ની શરુઆત મા જ મુકવામા આવી હતી અને મારા પ્રિય મિત્ર વિમલે મને વંચાવી હતી. આજ થોડાક ફુરસદ ના ક્ષણોમા એને અહિયા રજુ કરી છે.

જોડ્ણી ની ભુલો માફ કરવા આભાર.

[ પ્રનંલ ]

Leave a comment

You must be logged in to post a comment.