વરસાદની મોસમ મા,
મનડુ મારુ ઉઠે નાચી;
ઝરમરતા વરસાદ મા,
તરબતર ભીંજાઇ થઉ હુ રાજી ;
આનન્દના આ પર્વ મા,
સૌ કોઇની થઇ જાય ભાગીદારી;
ચારેકોર બસ લીલોતરી જ,
લીલોતરી ની થઇ જાય બલીહારી ;
વિજળી ચમકે તો કોઇની,
યાદ થઇ જાય તાજી;
પવન અને વાદળની,
રોજ થઇ જાય બાજાબાજી;
હરખ ઘેલા ભુલકાઓ,
કાદવ કિચડ્મા લે નાહી ;
ખાબોચિયા મા પથ્થરો વડે,
રમે પથ્થરબાજી;
ચા ની ચુસ્કીઓ ને,
ભજીયા ની લારી થઇ જાય જાજી ;
આંગણા હો કે ઉપવન,
સૌમા જાય લીલો રંગ છવાઇ;
અશ્રુભીની આખો પણ,
વર્ષા મા જાય છુપાઇ;
રેઇન સુટ અને છત્રીઓ,
ઘરમા થઇ જાય જાજી;
મારુ મન તો વર્ષા,
નામથી થઇ જાય રાજી.
- મોનાલિશા લખલાણી
સુસ્વાગતમ!!!
ગુજરાતી નેટ જગતમાં ગુજરાતી ભાષામાં બ્લોગ રચવા બદલ ખુબ ખુબ અભિનંદન!
આપના કાવ્ય વેબ બ્લોગ પર જોઇને ખુબ જ આનંદ થયો.
બસ આજ રીતે બ્લોગ લખી ને બધા ને પ્રેરણા આપતા રહેશો.
જયાં પણ જરૂર જણાય ત્યાં મદદ માટે કહેજો અને જરૂર જણાય ત્યાં અમને પણ મદદ આપતા રહેજો.
હાર્દિક શુભેચ્છાઓ!
દિવ્યેશ પટેલ
http://www.divyesh-patel.blogspot.com
http://www.divyeshsanghani.blogspot.com
http://www.dreams-of-world.blogspot.com