ત્રણ અક્ષર ની દુનીયા મા છે
બે અક્ષરથીય નાના લોકો
સમે મોઢે તો હસતા પણ
બોલે છાના છાના લોકો
કાઇક સાચુ ખોટુ કહેવા
શોધે રોજ બહાના લોકો
આજ સુધી ના કોઇએ જાણ્યુ
ક્યરે ક્યા શુ થવાના લોકો
સુધર્યા ક્યા એ રામ રહિમ થી
કે તુજ થી સુધરવાના લોકો
લાખ કરે કોઇ ભાષણ લમ્બા
કરતા એજ કરવાના લોકો
કોને જઇને અકલીફો કઉ
કોનાથી ડરવાના લોકો
પથ્થરની ના પુજા કરતા
ચમકે ત્યા જ જવના લોકો
મનથી શુ મતલબ છે કોને
ચહેરાના જ દિવાના લોકો
પ્રશાત તુજ કહાની કહેવા
છાપુ થઇ ફરવાના લોકો