મને તુ જોઇએ છે…

15 12 2008

રાત પડે
કે શાંજ ઢળે
કે આવે કોઇ પ્રભાત પરંતુ
કરતુ એકજ વાત આ મન
મને તુ જોઇએ છે
મને તુ જોઇએ છે

અરે! એ પરી
રહે સોના નગરી
હુ સમજાવુ મન ને
કે તુ તો સાવ ફકિરી
ને તોયે કરતુ એક જ વાત આ મન
મને તુ જોઇએ છે
મને તુ જોઇએ છે

કે એ તો મૃગનયની
કે એ રેશમશયની
એ તો સુંદર નાજુક
એ તો ગૌરવરણી
જો ને તુ હાલત તારી
કે તુ થાક્યો વણજારી
કે તારે ઉભવાનુ નહી
ચલવુ ફિતરત તારી
કહે મન છોડી દઉ સહુ જાત
રટે બસ એક ને એક જ વાત
મને તુ જોઇએ છે
મને તુ જોઇએ છે

(પછી મન કહે કે…)
કે તુજને એ ચાહે છે
અને એને તુ ચાહે
તો પછી બીએ શાને
કહે મન મુજને જા તુ
જઇને એની પાસે
બધુ આ માની જા તુ
જોજે સંયોગો છે સાથ
તો પકડી લેને એનો હાથ
પ્રેમ મળવો અઘરો છે
પ્રેમ દેવો અઘરો છે
ભુલી જા કાલ ની કાલે વાત
કે તુજને એ જોઇએ છે
તો એ તારી સામે છે.


Actions

Information

Leave a comment

You must be logged in to post a comment.