શક્યતાની શાંજ શોધે જીંદગી
એક નવો અંદાજ શોધે જીંદગી
કાલ ની કે કાલ ની ક્યા છે ફિકર
સ્વસ્થતા ની આજ શોધે જીંદગી
બેસૂરા ને સૂર દેતા આવડે
મૌન મા આવાઝ શોધે જીંદગી
જીતવુ જીવવુ શી રીતે રાઝ છે
એક એવો રાઝ શોધે જીંદગી
પથ્થરો ખડકી જવુ અઘરુ નથી
માત્ર એક મુમતાજ શોધે જીંદગી
હર એક ચીજ ની કિંમત અહી
દામ હસવા કાજ શોધે જીંદગી