ખોટુ ન લાગે તો…

19 04 2007

ખોટુ ન લાગે તો તને એક વાત કહુ?
હુ થોડા દિવસ હવે તારા મા રહુ?

કામમા હશે તો હુ વાત નહી માંડુ,
મૌનમાય કોઇ દિ’ ના છાંટા ઉડાડુ,
શમણા નો કાયદોય હાથમા ન લઉ,
હુ થોડા દિવસ હવે તારા મા રહુ?

કોણ જાણે હીમશી એકલતા જામી,
વૈદો કહે છે: હૂફ્ની છે ખામી,
કહે છે તારા મા લગણી છે બહુ,
હુ થોડા દિવસ હવે તારા મા રહુ?

રોજ એક ઇચ્છા જો સામે મળે છે,
આખોમા ભીનુ થૈ નામ ટ્ળવળે છે,
તારામા તારાથી આગળ નહી જઉ,
હુ થોડા દિવસ હવે તારા મા રહુ?

રસ્તા મા પાથરેલ કાંટા જો મળશે,
મારી હથેળી પછી પગ તારો પડ્શે,
વેદનાનો ભાર હુ એકલો જ સહુ,
હુ થોડા દિવસ હવે તારા મા રહુ?

કહેણ મોસમનુ કોઇ મને ભાવતુ નથી,
મને સાચકલે મારા મા ફાવતુ નથી,
આમ ટીપા ની ધાર બની ક્યા સુધી વહુ?
હુ થોડા દિવસ હવે તારા મા રહુ?
– મુકેશ જોશી. [ શતદલ – ગુજરાત સમાચાર માથી ]

Advertisements
પ્રાર્થના અને દ્રષ્ટિકોણ

19 04 2007

પ્રાર્થનાથી પરિસ્થિતી નથી બદલાતી પણ પરિસ્થિતી પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાય છે, અને બદલાયેલો દ્રષ્ટિકોણ પરિસ્થિતી જ નહી આખી જિન્દગી બદલી શકે છે.
– સંકલીત