શોધે જીંદગી

16 12 2008

શક્યતાની શાંજ શોધે જીંદગી

એક નવો અંદાજ શોધે જીંદગી

કાલ ની કે કાલ ની ક્યા છે ફિકર

સ્વસ્થતા ની આજ શોધે જીંદગી

બેસૂરા ને સૂર દેતા આવડે

મૌન મા આવાઝ શોધે જીંદગી

જીતવુ જીવવુ શી રીતે રાઝ છે

એક એવો રાઝ શોધે જીંદગી

પથ્થરો ખડકી જવુ અઘરુ નથી

માત્ર એક મુમતાજ શોધે જીંદગી

હર એક ચીજ ની કિંમત અહી

દામ હસવા કાજ શોધે જીંદગી

Advertisements
કોણ?

16 12 2008

શ્વાસ મા સમાયુ કોણ?

આખને દેખાયુ કોણ?

કોણ ઉંઘ લઇ ગયુ?

તિમીર મા ખોવાયુ કોણ

કોણ છે એ જે નજર ને દેખાતુ નથી

કોણ છે એ જે નજર ની સામે નથી

પુજા તો થઇ ગઇ છે પણ પુજાયુ કોણ?

કોણ ઉંઘ લઇ ગયુ?

તિમીર મા ખોવાયુ કોણ?

એ નજર સામે જો આવે નીરખુ એને

પાસે સદાય દિલની પછી રાખુ એને

આ ગીત ના શુરો મા ગવાયુ કોણ?

કોણ ઉંઘ લઇ ગયુ?

તિમીર મા ખોવાયુ કોણ?

મને તુ જોઇએ છે…

15 12 2008

રાત પડે
કે શાંજ ઢળે
કે આવે કોઇ પ્રભાત પરંતુ
કરતુ એકજ વાત આ મન
મને તુ જોઇએ છે
મને તુ જોઇએ છે

અરે! એ પરી
રહે સોના નગરી
હુ સમજાવુ મન ને
કે તુ તો સાવ ફકિરી
ને તોયે કરતુ એક જ વાત આ મન
મને તુ જોઇએ છે
મને તુ જોઇએ છે

કે એ તો મૃગનયની
કે એ રેશમશયની
એ તો સુંદર નાજુક
એ તો ગૌરવરણી
જો ને તુ હાલત તારી
કે તુ થાક્યો વણજારી
કે તારે ઉભવાનુ નહી
ચલવુ ફિતરત તારી
કહે મન છોડી દઉ સહુ જાત
રટે બસ એક ને એક જ વાત
મને તુ જોઇએ છે
મને તુ જોઇએ છે

(પછી મન કહે કે…)
કે તુજને એ ચાહે છે
અને એને તુ ચાહે
તો પછી બીએ શાને
કહે મન મુજને જા તુ
જઇને એની પાસે
બધુ આ માની જા તુ
જોજે સંયોગો છે સાથ
તો પકડી લેને એનો હાથ
પ્રેમ મળવો અઘરો છે
પ્રેમ દેવો અઘરો છે
ભુલી જા કાલ ની કાલે વાત
કે તુજને એ જોઇએ છે
તો એ તારી સામે છે.

હુ…

10 12 2008

શબ્દોને સણગારી લવ્યો છુ હુ
અર્થોને વિસ્તારી લવ્યો છુ હુ
અક્ષરના સાથથી કવિતા લખીને
પાનામા ઉતારી લાલવ્યો છુ હુ

ના સમજતા…

10 12 2008

લખુ છુ હુ થોડુક પ્રભુ ની કૃપાથી
કે લખતો જોઇને કવિ ના સમજતા
ચમકીશ થોડુક તમરી કૃપાથી
ચમકતો જોઇને રવિ ના સમજતા

વરસાદ

1 09 2008

વરસાદની મોસમ મા,

        મનડુ મારુ ઉઠે નાચી;

ઝરમરતા વરસાદ મા,

        તરબતર ભીંજાઇ થઉ હુ રાજી ;

આનન્દના આ પર્વ મા,

        સૌ કોઇની થઇ જાય ભાગીદારી;

ચારેકોર બસ લીલોતરી જ,

        લીલોતરી ની થઇ જાય બલીહારી ;

વિજળી ચમકે તો કોઇની,

        યાદ થઇ જાય તાજી;

પવન અને વાદળની,

        રોજ થઇ જાય બાજાબાજી;

હરખ ઘેલા ભુલકાઓ,

        કાદવ કિચડ્મા લે નાહી ;

ખાબોચિયા મા પથ્થરો વડે,

        રમે પથ્થરબાજી;

ચા ની ચુસ્કીઓ ને,

        ભજીયા ની લારી થઇ જાય જાજી ;

આંગણા હો કે ઉપવન,

        સૌમા જાય લીલો રંગ છવાઇ;

અશ્રુભીની આખો પણ,

        વર્ષા મા જાય છુપાઇ;

રેઇન સુટ અને છત્રીઓ,

        ઘરમા થઇ જાય જાજી;

મારુ મન તો વર્ષા,

        નામથી થઇ જાય રાજી.

મોનાલિશા લખલાણી

   

       

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં

2 05 2007

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં
– હરીન્દ્ર દવે
ગઝલ ગીત અહીં સાંભળૉ(સૌજન્યઃ ટહુકો.કોમ)