શોધે જીંદગી

16 12 2008

શક્યતાની શાંજ શોધે જીંદગી

એક નવો અંદાજ શોધે જીંદગી

કાલ ની કે કાલ ની ક્યા છે ફિકર

સ્વસ્થતા ની આજ શોધે જીંદગી

બેસૂરા ને સૂર દેતા આવડે

મૌન મા આવાઝ શોધે જીંદગી

જીતવુ જીવવુ શી રીતે રાઝ છે

એક એવો રાઝ શોધે જીંદગી

પથ્થરો ખડકી જવુ અઘરુ નથી

માત્ર એક મુમતાજ શોધે જીંદગી

હર એક ચીજ ની કિંમત અહી

દામ હસવા કાજ શોધે જીંદગી

Advertisements
પ્રણય…

16 12 2008

પ્રણય ના વદળો વરસે તો ભીંજાવુ જ પડે છે

એનાથી બચવા રેનકોટ કે છત્રી નથી હોતા

કોણ?

16 12 2008

શ્વાસ મા સમાયુ કોણ?

આખને દેખાયુ કોણ?

કોણ ઉંઘ લઇ ગયુ?

તિમીર મા ખોવાયુ કોણ

કોણ છે એ જે નજર ને દેખાતુ નથી

કોણ છે એ જે નજર ની સામે નથી

પુજા તો થઇ ગઇ છે પણ પુજાયુ કોણ?

કોણ ઉંઘ લઇ ગયુ?

તિમીર મા ખોવાયુ કોણ?

એ નજર સામે જો આવે નીરખુ એને

પાસે સદાય દિલની પછી રાખુ એને

આ ગીત ના શુરો મા ગવાયુ કોણ?

કોણ ઉંઘ લઇ ગયુ?

તિમીર મા ખોવાયુ કોણ?

Digg.Com – ઇંટરનેટ જગતની સૌથી વધુ માનીતી વાતો નો ખજાનો.

15 12 2008

શુ તમે નેટ જગતમા હમેશા કઇક ને કઇક નવુ જાણવાની ઇચ્છા રાખો છો અને એ માટે ઘણી બધી વેબસાઇટની રોજેરોજ મુલાકાત લો છો. જો તમે ખુબજ દિલથી આ ઇચ્છા રાખતા હોય અને નેટ જગતની સૌથી વધુ વંચાતી સૌથી વધુ ગમતી વાતોને વાચવા માગતા હોય તો તમે Digg.Com ની મુલકાત લો. આ સાઇટ તમને આપે છે દુનીયાની સૌથી વધુ વંચાયેલી અને વખણાયેલી વાતો નો ખજાનો અને એ પણ તમારા પોતના રસના વિષય પર પણ.
Digg.Com કઇ રીતે કામ કરે છે

નેટ જગતની અલગ અલગ સાઇટ પર આવતા હજારો લોકો રોજ લાખો બ્લોગ પોસ્ટ અને આરટીકલ્સ લખે-વાચે છે. વચનારા લોકો પોતાને ગમતા બ્લોગ પોસ્ટ અને આરટીકલ્સને Digg કરે છે. (Digg કરવુ એટલે કે Digg.com સાઇટના ICON ને ક્લીક કરવુ.) આમ મને જે બ્લોગ પોસ્ટ કે આર્ટીકલ ગમે એને હુ Digg કરુ અને એવી જ રીતે Digg ના મધ્યમથી દરેક લોકો પોતપોતાના રસના વિષયના વાચનને અંતે નેટ જગતની અનેક પ્રકારની મહિતીને Digg કરતા રહે છે અને પછી Digg.com આપણને એ બધીજ માહિતીનુ વર્ગીકરણ કરીને એને વિષય પ્રમાણે જોઇ સકાય એમ રજુ કરે છે.

Digg.com અને તમે

નેટ જગતના વિશાળ સમુદ્રમા માહિતીનો ખજાનો અખુટ છે. જેમ જેમ તમે ઉન્ડા ઉતરતા જાઓ તેમ તેમ તમને એ વધુ ને વધુ ઉન્ડા લેતો જ જાશે. Digg.com એવી જગ્યા છે જ્યા આપણે એક્બીજાના સહકારથી આપણા રસના વિષયો વિશે બિજા અનેક મિત્રો દ્વારા ખુદ વાચીને ચકાસીને સુચવેલ માહિતી મળે છે. સ્યયમ સ્પષ્ટ છે કે આના અનેક લાભ છે. નવી નવી અને સૌથી વધુ પ્રિય બનેલી નેટ જગતની વાતો તમને ખુબજ સરળતાથી પ્રપ્ય થાય છે.

અંતે એટલુજ કહેવાનુ કે નેટ જગત સાથે સંકડાયેલા સૌ કોઇને ગમે એવી Digg.com ની મુલાકાત એક વખત લેવા જેવી તો ખરી. ખરુ ને. તો પછે જલ્દીથી સાઇટ પર જઇ આવો અને પછે મને જરુરથી કહેજો કે તમને આ સાઇટ કેવી લાગી. અને હા જો તમને મરો આ Digg.com નો ટુકો ને ટચ પરીચય ગમ્યો હોય તો Digg કરવાનુ ના ભુલતા હો. યાદ છે ને Digg કરવુ એટલે શુ…

મને તુ જોઇએ છે…

15 12 2008

રાત પડે
કે શાંજ ઢળે
કે આવે કોઇ પ્રભાત પરંતુ
કરતુ એકજ વાત આ મન
મને તુ જોઇએ છે
મને તુ જોઇએ છે

અરે! એ પરી
રહે સોના નગરી
હુ સમજાવુ મન ને
કે તુ તો સાવ ફકિરી
ને તોયે કરતુ એક જ વાત આ મન
મને તુ જોઇએ છે
મને તુ જોઇએ છે

કે એ તો મૃગનયની
કે એ રેશમશયની
એ તો સુંદર નાજુક
એ તો ગૌરવરણી
જો ને તુ હાલત તારી
કે તુ થાક્યો વણજારી
કે તારે ઉભવાનુ નહી
ચલવુ ફિતરત તારી
કહે મન છોડી દઉ સહુ જાત
રટે બસ એક ને એક જ વાત
મને તુ જોઇએ છે
મને તુ જોઇએ છે

(પછી મન કહે કે…)
કે તુજને એ ચાહે છે
અને એને તુ ચાહે
તો પછી બીએ શાને
કહે મન મુજને જા તુ
જઇને એની પાસે
બધુ આ માની જા તુ
જોજે સંયોગો છે સાથ
તો પકડી લેને એનો હાથ
પ્રેમ મળવો અઘરો છે
પ્રેમ દેવો અઘરો છે
ભુલી જા કાલ ની કાલે વાત
કે તુજને એ જોઇએ છે
તો એ તારી સામે છે.

સોફ્ટવેર એન્જિનિયર્સને લાગુ પડતી કે સંબંધિત કહેવતો:

7 10 2008

– કોડ કરે તેનું CV વેચાય (બોલે તેનાં બોર વેચાય).

– જેવો પ્રોજેક્ટ, તેવો કોડ (જેવો દેશ, તેવો વેશ).

– પ્રોજેક્ટ મેનેજર કોડ કરે નહી ને, ડેવલોપરને શિખામણ આપે (ગાંડી સાસરે જાય નહી ને, ડાહ્યીને શિખામણ આપે).

– QA ને માથે કોડ (ગાંડીને માથે બેડું).

– પ્રોજેક્ટ મેનેજર કરતાં ડેવલોપર્સ ડાહ્યા (કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા).

– કોણે કહ્યું હતું, બેટા, સોફ્ટવેર એન્જિનિયર બનજો? (કોણે કહ્યું હતું, બેટા, બાવળે ચડજો?).

– એક લાઇનની કોમેન્ટ માટે આખું સોફ્ટવેર કમ્પાઇલ કરવું (અડધા પાપડ માટે નાત જમાડવી).

– ડેવલોપર માત્ર બગને પાત્ર (માણસ માત્ર ભૂલને પાત્ર).

– સો દિવસ પ્રોજેક્ટ મેનેજરનાં, એક દિવસ ડેવલોપર્સનો (સો દાડા સાસુનાં, એક દાડો વહુનો).
પ્રોજેક્ટ ક્રેશનો ભોગ બનેલો કોમેન્ટ્સનું પણ બેકઅપ લે.
(દુધનો દાઝ્યો છાસ પણ ફુકી ફુકીને પીવે.)

એક્સેપ્શન કાઢતા બગ પેઠો.
(બકરુ કાઢતા ઉંટ પેઠુ)

ડેસ્કટોપ પર ફાઇલ ને સર્ચએન્જિનમાં શોધાશોધ.
(કેડમાં છોકરું ને ગામમાં ઢંઢેરો…પ્રેરણા – જુ.કિ. દાદા)

ઝાઝા પ્રોગ્રામર કોડ બગાડે.
(ઝાઝા રસોઇયા રસોઇ બગાડે)

ગુજરાતી…બ્લોગર્સ્… અને હુ

18 09 2008

પ્રિય મિત્રો

ગુજરાતી બ્લોગ જગત ને આમ ખુબજ વીકસતુ જોઇને મને આજે ખુબજ આનન્દ થાય છે. પ્રમાણીકતા થી કહુ તો મે ખુબજ ઓછા બ્લોગ્સ મારી જાતે લખ્યા છે અને હુ એમા નિયમીત પણ નથી પણ આજે જ્યારે ગુજરાતી બ્લોગ અને ગુજરાતી બ્લોગર્સ આવા ગર્વ ભર્યા મુકામે પહોચ્યા છે ત્યારે મને મારી પોતાની લોગ જગત સુધી ની યાત્રા ખુબજ યાદ આવે છે. તમને બધાને જરુર થી જણાવીશ એ.

એક દીવસ હુ નેટ પર સર્ફ કરતો કરતો એક સુન્દર મજાની સાઇટ પર પહોચ્યો… ભાષાઇન્ડીયા.કોમ. ભાષાઇન્ડીયા.કોમ એ ખરેખર મને આશ્ચર્ય ચજકિત કર્યો કેમકે અહીયા ફોરમ પરના પોસ્ટ  ભારત ની અલગ અલગ ભાષામા હતા… મે એ વાચવાનુ ચાલુ કર્યુ અને એમા કટલાક ખુબજ સરસ આર્ટીકલ વાચ્યા જેથી કરીને ગુજરાતી મા સરળ રીતે કેમ લખાય એ આવડી ગયુ. આમ તો ભાષાઇંડીયા નુ ઇન્ડીક આઇ.એમ્.ઇ સેટપ કરવુ મારા મટે ખુબજ સરળ હતુ પણ મને ખબર છે કે એ બધા માટે એટલુ સરળ નથી હોવાનુ. હા તો પછી ધીરે ધીરે ગુજરાતી ટાયપિંગ પછી ગુજરાતી વેબ સાઇટ્સ સોધવાનુ ચાલુ કર્યુ. પછી તો ગુગલ ને કોકઇ પહોચે..એક પછી એક રીડ્ગુજરાતી.કોમ, ટહુકો.કોમ્ અને બીજી કેટલીય વેબ સાઇટ મલતી જ ગઇ ગઇ.

મારી વાત ગમી…શુ તમને પણ યાદ આવી ગયુ તમે ક્યરે ગુજરાતી મા લખવા લાગ્યા…તો પછી કહો ને યાર્…બિન્દસ્ત કહો…