ગઝલ

11 12 2008

જુદી જિંદગી છે મિજાજે મિજાજે
જુદી બંદગી છે નમાજે નમાજે
છે એક જ સમંદર થયુ એટલે શુ
મુસાફર જુદા છે પ્રવાસે પ્રવાસે
ભલે હોય એકજ અંતર થી વહેતા
છે સુરો જુદેરા રિયાજે રિયાજે
જિવન જેમ જુદા કાયા ય જુદી
છે મ્રુત્યુ જુદા જનાજે જનાજે
હટી જાય ઘુંઘટ ઢળી જાય ઘુંઘટ
જુદી પ્રિત જાગે મલાજે મલાજે
કેમ રહો ગાફીલ હજીયે છો ગફીલ
જુઓ દુનિયા બદલે તકાજે તકાજે
જુદા અર્થ છે શબ્દ ના બોલવામા
છે શબ્દો જુદા અવાજે અવાજે
– ગાફીલ

Advertisements