મને તુ જોઇએ છે…

15 12 2008

રાત પડે
કે શાંજ ઢળે
કે આવે કોઇ પ્રભાત પરંતુ
કરતુ એકજ વાત આ મન
મને તુ જોઇએ છે
મને તુ જોઇએ છે

અરે! એ પરી
રહે સોના નગરી
હુ સમજાવુ મન ને
કે તુ તો સાવ ફકિરી
ને તોયે કરતુ એક જ વાત આ મન
મને તુ જોઇએ છે
મને તુ જોઇએ છે

કે એ તો મૃગનયની
કે એ રેશમશયની
એ તો સુંદર નાજુક
એ તો ગૌરવરણી
જો ને તુ હાલત તારી
કે તુ થાક્યો વણજારી
કે તારે ઉભવાનુ નહી
ચલવુ ફિતરત તારી
કહે મન છોડી દઉ સહુ જાત
રટે બસ એક ને એક જ વાત
મને તુ જોઇએ છે
મને તુ જોઇએ છે

(પછી મન કહે કે…)
કે તુજને એ ચાહે છે
અને એને તુ ચાહે
તો પછી બીએ શાને
કહે મન મુજને જા તુ
જઇને એની પાસે
બધુ આ માની જા તુ
જોજે સંયોગો છે સાથ
તો પકડી લેને એનો હાથ
પ્રેમ મળવો અઘરો છે
પ્રેમ દેવો અઘરો છે
ભુલી જા કાલ ની કાલે વાત
કે તુજને એ જોઇએ છે
તો એ તારી સામે છે.

Advertisements
ગુજરાતી…બ્લોગર્સ્… અને હુ

18 09 2008

પ્રિય મિત્રો

ગુજરાતી બ્લોગ જગત ને આમ ખુબજ વીકસતુ જોઇને મને આજે ખુબજ આનન્દ થાય છે. પ્રમાણીકતા થી કહુ તો મે ખુબજ ઓછા બ્લોગ્સ મારી જાતે લખ્યા છે અને હુ એમા નિયમીત પણ નથી પણ આજે જ્યારે ગુજરાતી બ્લોગ અને ગુજરાતી બ્લોગર્સ આવા ગર્વ ભર્યા મુકામે પહોચ્યા છે ત્યારે મને મારી પોતાની લોગ જગત સુધી ની યાત્રા ખુબજ યાદ આવે છે. તમને બધાને જરુર થી જણાવીશ એ.

એક દીવસ હુ નેટ પર સર્ફ કરતો કરતો એક સુન્દર મજાની સાઇટ પર પહોચ્યો… ભાષાઇન્ડીયા.કોમ. ભાષાઇન્ડીયા.કોમ એ ખરેખર મને આશ્ચર્ય ચજકિત કર્યો કેમકે અહીયા ફોરમ પરના પોસ્ટ  ભારત ની અલગ અલગ ભાષામા હતા… મે એ વાચવાનુ ચાલુ કર્યુ અને એમા કટલાક ખુબજ સરસ આર્ટીકલ વાચ્યા જેથી કરીને ગુજરાતી મા સરળ રીતે કેમ લખાય એ આવડી ગયુ. આમ તો ભાષાઇંડીયા નુ ઇન્ડીક આઇ.એમ્.ઇ સેટપ કરવુ મારા મટે ખુબજ સરળ હતુ પણ મને ખબર છે કે એ બધા માટે એટલુ સરળ નથી હોવાનુ. હા તો પછી ધીરે ધીરે ગુજરાતી ટાયપિંગ પછી ગુજરાતી વેબ સાઇટ્સ સોધવાનુ ચાલુ કર્યુ. પછી તો ગુગલ ને કોકઇ પહોચે..એક પછી એક રીડ્ગુજરાતી.કોમ, ટહુકો.કોમ્ અને બીજી કેટલીય વેબ સાઇટ મલતી જ ગઇ ગઇ.

મારી વાત ગમી…શુ તમને પણ યાદ આવી ગયુ તમે ક્યરે ગુજરાતી મા લખવા લાગ્યા…તો પછી કહો ને યાર્…બિન્દસ્ત કહો…