લોકો

10 12 2008

ત્રણ અક્ષર ની દુનીયા મા છે
બે અક્ષરથીય નાના લોકો
સમે મોઢે તો હસતા પણ
બોલે છાના છાના લોકો
કાઇક સાચુ ખોટુ કહેવા
શોધે રોજ બહાના લોકો
આજ સુધી ના કોઇએ જાણ્યુ
ક્યરે ક્યા શુ થવાના લોકો
સુધર્યા ક્યા એ રામ રહિમ થી
કે તુજ થી સુધરવાના લોકો
લાખ કરે કોઇ ભાષણ લમ્બા
કરતા એજ કરવાના લોકો
કોને જઇને અકલીફો કઉ
કોનાથી ડરવાના લોકો
પથ્થરની ના પુજા કરતા
ચમકે ત્યા જ જવના લોકો
મનથી શુ મતલબ છે કોને
ચહેરાના જ દિવાના લોકો
પ્રશાત તુજ કહાની કહેવા
છાપુ થઇ ફરવાના લોકો

Advertisements
હુ…

10 12 2008

શબ્દોને સણગારી લવ્યો છુ હુ
અર્થોને વિસ્તારી લવ્યો છુ હુ
અક્ષરના સાથથી કવિતા લખીને
પાનામા ઉતારી લાલવ્યો છુ હુ

ના સમજતા…

10 12 2008

લખુ છુ હુ થોડુક પ્રભુ ની કૃપાથી
કે લખતો જોઇને કવિ ના સમજતા
ચમકીશ થોડુક તમરી કૃપાથી
ચમકતો જોઇને રવિ ના સમજતા